અમીરગઢના ચૌહાણગઢ ગામેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમની ધરપકડ

અમીરગઢ બનાસકાંઠા પોલીસ હાલમાં ગુનાઓને ડામવા માટે અથાગ પ્રયાસ કરી રહી છે. જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળની સૂચનાના આધારે સમગ્ર પોલીસ જુદી જુદી પેટ્રોલીંગમાં વ્યસ્ત થતાં એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર પિ.એલ.વાઘેલા તેઓની ટીમમાં એન.એન.પરમાર તથા એ.એસ.આઈ પ્રવિણસિંહ, જયપાલસિંહ તથા ધેનાજી વગેરે માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને મળેલ ગુપ્ત બાતમી આધારે અમીરગઢ તાલુકા ચૌહાણગઢમાં મેતાબસિંહ મણીસિંહ ચૌહાણના ખેતરમાં ઓચિંતો દરોડો પાડતા ખેતરમાં આવેલ તેઓના રહેઠામના ચપરામાં કાર્યવાહી કરતાં ત્યાંથી ગેરકાયદેસર અને વિના પાસ પરમિટની ઉપર ભરવાની દેશી હાથની બનાવટ એકનાળી બંદૂક મળેલ હતી. જેની કિંમત પોલીસ દ્રારા રૂ. 2,000 આંકવામાં આવેલ હતી. જેને કબ્જામાં લઈ એલસીબી પોલીસ પાલનપુર દ્રારા ઈસમ વિરૂધ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાંઆંર્સ એક્ટ અનુસાર કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *