Breaking News

Crime News

Election 2022

મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા આરોપીની જામીન અદાલતે નકારી

copy image મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા એક પોલીસકર્મીએ રાજ્યની વડી અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરતાં તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. મુંદરા સોપારીકાંડમાં તપાસ કરનાર ડી.વાય.એસ.પી.  અને તેમની ટીમે ફરારી જાહેર થયેલા ફરજમોકૂફની અટક કરી હતી. આ પોલીસકર્મી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભુજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતી.  બાદમાં આરોપીએ રાજ્યની વડી  અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરી હતી, જ્યાં બંને પક્ષોને  સાંભળીને આ આરોપીના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સસ્પેન્ડ બે પોલીસ કર્મચારી  ફરાર જાહેર થયા  અને હજુ પણ પોલીસની પકડમાં ન આવતા તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અચાનક ટ્રેનની સામે આવી જતાં અંજારના 30 વર્ષીય યુવાનું મોત

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા મળતી વિગતો અનુસાર , રાત્રિના અરસામાં આદિપુર રેલવે સ્ટેશન ખાતે લાઈન નં 2 ઉપર ગાંધીધામ...

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...

એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં  લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત

અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક પુષ્પ કોટેજ સોસાયટી પાસે એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત નીપજયું હતું. . મેઘપર બોરીચીની આશાપુરા પાર્ક સોસાયટીમાં રહેનાર ફરિયાદી તેમના ઘરે હતા બપોરે ચાર વાગ્યાના અરસામાં દીકરી ફલકનો ટયૂશનનો સમય થતાં નાના ફરિયાદીનું એકિટવા લઈ અને પોતાની દોહિત્રીને   ટયૂશન મૂકવા જઈ રહ્યા હતા. . તેઓ પુષ્પ કોટેજ સોસાયટી નજીક પહોંચ્યા ત્યારે આગળ ટેન્કરવાળું ટ્રેકટર જઈ રહ્યું હતું. આ ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનું વાહન એકિટવા તરફ દબાવતાં એક્ટિવાને અડી ગયું હતું. જેમાં એક્ટિવાની પાછળ બેઠેલી  બાળકીને ટેન્કર માથાંમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બાળકીને સરવાર અંગે આદિપુરની હોસ્પિટલમાં ...