Year: 2024

ભીમાસરમાં રહેનાર એક શખ્સ સાથે રૂ.3,11,000 ની ઓનલાઇન ઠગાઇ  

copy image ભીમાસરમાં રહેનાર એક યુવાનને ભૂલથી તમારાં ખાતાંમાં મારા રૂા. 15 હજાર આવી ગયાનું કહી ઠગબાજોએ  રૂા. 40,000 બારોબાર કાઢી લઇ બાદમાં રૂા.2,71,000ની લોન લઇ પોતાનાં ખાતાંમાં નાખી લઇ યુવાન સાથે ઠગાઇ કરી હતી. ઓનલાઇન છેતરપિંડી કરનારાં તત્ત્વો લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે  સહારા ગ્રામ ભીમાસરના યુવાનસાથે પણ આવો જ બનાવ બન્યો હતો. આ ફરિયાદીને ગત તા.2/3ના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને હોસ્પિટલમાં પેસા ટ્રાન્સફર કરવાના હતા જે ભૂલથી તમારા ખાતાંમાં રૂા 15 હજાર આવી ગયાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ના પાડતાં ઠગબાજએ  મેસેજ આવ્યાનું કહેતાં ફરિયાદીએ મેસેજ આવ્યોછે પણ મારા ખાતાંમાં  પૈસા આવ્યા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી આ શખ્સે ફોન કરી ફોન કેમ કાપ્યો તેવી ધમકી આપી હતી અને ગૂગલ પે એપ્લિકેશનમાં બેલેન્સ તપાસવાનું કહેતાં આ યુવાને ગૂગલ પે ખોલતાં ચાર રિકવેસ્ટ આવી હતી, જેના પર ક્લિક કરતાં આ યુવાનનાં ખાતાંમાંથી રૂા. 40,000 બારોબાર કપાઇ ગયા હતા. બાદમાં ઠગબાજો બેન્કવાળા બનીને ક્યાંય જવાની જરૂરત નથી. તમારા પૈસા પરત આવી જવાની ધરપત આપી હતી. પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં આ ફરિયાદીએ બેન્કમાં જઇને તપાસ કરી હતી, જ્યાં તેના નામે ઠગબાજોએ  ઓનલાઇન રૂા. 2,71,000 લોન  લઇ પોતાના ખાતામાં તે લોનના પૈસા લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાન સાથે ઠગબાજોએ  રૂા. 3,11,000ની ઠગાઇ કરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ  તપાસ હાથ ધરી છે.

નારણપર પસાયતી મધ્યે માલિકીની ખેતીવાડીની જમીનમાંથી નીકળતા ગટરના પાણીથી ત્રસ્ત

આ વખતે કોઈ પક્ષ નહીં પણ નારી અસ્મિતા માટે BJPનો બહિષ્કાર કરી અને કોંગ્રેસ પક્ષને વોટ આપીએ :KD જાડેજા

ખોટી રીતે ટાવરનું કામકાજ ચાલુ હોતા જે અંગે યોગ્ય પગલા ભરવા બાબતે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

દિવ્યાંગ એટલે કે કુદરતે આપેલ એક ખોટ નહીં પણ સાથે આપેલ એક દિવ્યશક્તિ: સુરેશ આહીર

રાપર વિધાનસભા બેઠકમાટે ફરજબજાવતાકર્મચારીઓ માટેતાલીમ શિબિરયોજાઈ કર્મચારીઓ બેલેટપેપર દ્વારા મતદાન કરશે

હાજીપીર મેળા બંદોબસમા ફરજ મા રહેલબે હોમગાર્ડસભ્યો ને સ્વીફ્ટગાડી એઅડફેટે લેતા બને સભ્યોને ઇજાઓ પહોચી

#kutch કેર ની ટીમે લીધી રાપર તાલુકાની મુલાકાત આવોજાણીએ ત્યાંશું છે ચૂંટણી નું માહોલ

શ્રી ગઢસીસા ગામમા હીરજીદાદા ના ત્રિ શતાબ્દી મહોત્સવ નિમિતે ધર્મ ધ્વજ સ્તંભ ની સ્થાપના કરવામાં આવી