Breaking News

Crime News

Election 2022

નરા-હાજીપીર સીમમાં જંગલ ખાતાંના ઊંડા ખાડા થકી લાખેણી 16 ભેંસનાં મોત

નખત્રાણા  મથકના અંતરિયાળ છેવાડાના લખપત તથા ભુજ તાલુકાની હદો નરા તથા હાજીપીરની  સીમમાં નરા પાસેના માલધારી આવાસોની ભચુવાંઢના પશુપાલક માલધારીઓની ગત તા. 5/5ના સીમમાં 41 ભેંસ ચરવા ગયેલી, તે પૈકી બીજા દિવસે તા. 6/5ના સવારે બધી ઘરે ભચુવાંઢ પરત આવી હતી, બાકીની 16 ભેંસ ન આવતાં ભેંસો ચોરાઇ ગઇ અથવા અન્ય ચાલી ગુમ થઇ ગયાના અનુમાનથી તેની તપાસના અંતે ગુમ થયેલ સદરહુ 16 ભેંસ એકસાથે  નરા-હાજીપીરના સીમાડામાં સર્જાયેલ મોટા ખાડામાં ભરાયેલા કાદવ-કીચડની ખાડીમાં ખૂંચી મૃત મળી હતી. આથી લાખોની કિંમતની ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે. નરા-હાજીપીર વિસ્તારમાં આવેલી ભચુવાંઢના માલધારી  એ ઘટના અંગે નરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ  ફરિયાદ અનુસાર પોતાની પાસેની 41 ભેંસ પૈકીની 29 ભેંસ પોતાની માલિકીની તેમજ 12 ભેંસ અન્ય માલધારીની ભાગીદારીમાં ચારવા રાખી હતી. તમામ ભેંસ તા. 5 મેના સાંજે ચરવા ગયેલી પૈકી બીજા દિવસે તા. 6/5ના 16 ભેંસ સિવાય બધી ભેંસ ઘરે પરત ફરી હતી, બાકીની ગુમ થયેલી 16 ભેંસની શોધખોળના અંતે  નરા-હાજીપીરના સીમાડાના ઊંડા ખાડામાં ફસાઇને મૃત મળી હતી. આમ, આ લાખેણી ભેંસોનાં મોતથી મુશ્કેલીમાં મુકાયેલા માલધારી  તથા અન્ય ભાગીદાર માલધારીઓએ નુકસાનીની તંત્ર તરફથી સહાય મળવા રજૂઆત કરી હતી.

ભીમાસરમાં  શંકાસ્પદ પેટ્રોલિયમનો  6.75 લાખનો જથ્થો ઝડપાયો

copy image ભીમાસર નજીક એક પ્લોટમાંથી પોલીસે 6,75,000ના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી  પાડયો હતો. આ બનાવમાં માલ આપનારનું નામ બહાર આવ્યું હતું. .  પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ની ટીમે  ભીમાસર નજીક સર્વે નંબર 405 સોમનાથ એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરી હતી. આ પ્લોટમાં  ઊભેલા ટેન્કરના ચાર ખાનાંની તપાસ કરાતાં તેમાંથી રૂા. 6,75,000નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ટેન્કરના વાલ્વ બોક્સમાં હોર્સ પાઇપ, એક છેડે મીટર બોક્સ, નોઝલ, વાયર વગેરે લાગેલા હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્ય વાહનોમાં આ પદાર્થ ઇંધણ તરીકે ભરતી વખતે અહીં તેલ ઢોળાયું હોવાનું પણ જણાયું હતું. આ પ્લોટનો કબજો ધરાવનાર તથા માલનો કબજો ધરાવનારા ભીમાસરના  શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ પદાર્થ  શખ્સને  વોટ્સએપ કોલ કરી આ માલ કંડલાના એસ.એસ.સી. ટર્નિનલમાંથી મગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ભારત સરકારના પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલય, જી.પી.સી.બી.ના નાવાંધા પ્રમાણપત્ર, અગ્નિશમનનાં સાધનો ન રાખી, સ્ટોરેજ પરવાના વગેરે ન રાખી અહીં ગેરકાયદેસરનો ધંધો કરવાના આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલાવ્યા હતા..પરંતુ પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના પૃથક્કરણના રિપોર્ટમાં શું બહાર આવ્યું અને જે-તે પ્રકરણમાં શું પગલાં લેવામાં આવ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. 

ભીમાસરમાં 40 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા

copy image ભીમાસર ગામમાં તળાવની પાળેથી  રાત્રના આરસામાં 40 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન  કોણ છે  તેની  તપાસ  પોલીસે કરી હતી. પરંતુ તેના સંબંધીઓની ભાળ મળી નહોતી. આ યુવાન મજબુત બાંધાનો અને  5.6 ઇંચ લંબાઇ તથા શરીરે ગંજી અને ભુખરા રંગની ચડી પહેરી હતી. આ યુવાનની લાશને અંજાર સામુહિક આરોગ્ય કેન્દ્રના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. તેના સંબંધીઓ અંજાર પોલીસનો સંપર્ક કરે તેવું એક યાદીમાં જણાવાયું હતું.

મેઘપરમાં બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો

copy image અંજારના મેઘપર કુંભારડીની ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતા મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો  હતું.  મેઘપર કુંભારડીમાં ગોલ્ડન સિટી સોસાયટીના મકાન નંબર 39માં રહેનાર  મહિલાએ  રાત્રના આરસમાં ગળેફાંસો ખાઇ  મોત ને વ્હાલું કર્યું હતું  . આ મહિલા પોતાના ઘરે હતા તે  દરમ્યાન તેમણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ મહિલા બિમારીથી પિડાતા હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. 

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી  એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

copy image અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર કુંભારડીની સીમમાં આવેલી એક ઝૂંપડપટ્ટી વસાહતમાં રહેનાર યુવતીને શનિદેવ મંદિર સામે રહેનાર શખ્સે `તું મને બહુ ગમે છે, તારી સાથે લગ્ન કરીશ' તેવી લાલચ આપતો હતો. છેલ્લા દોઢેક  વર્ષથી અત્યાર સુધી લગ્નના વાયદા કરી આરોપીએ યુવતી ઉપર વારંવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ભોગ બનનાર યુવતી સાથે લગ્ન ન કરી તેને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે બનાવ અંગે  ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિદડામાં લીલી ઝાડીનાં લાકડાંનો મોટો જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો

copy image માંડવી તાલુકાના બિદડા ખાતે વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે કપાયેલ લીલી ઝાડીના લાકડાનો જથ્થો જપ્ત કરાયો હતો. લાકડાનો જથ્થો વાહોનોમાં ભરવામાં આવતો હતો.  ચાર વાહન કામગીરી દરમ્યાન જપ્ત કરાયા હતા. કચ્છ જેવા સુકા પ્રદેશમાં મોટી માત્રામાં કોઇ જ મંજૂરી  લીધા વગર કટિંગ કરાયેલ લીલી ઝાડીનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી વનગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાના  કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. વન વિભાગની આવી કાર્યવાહીના લીધે માંડવીમાં લીલી  ઝાડીનું  ગેરકાયદેસર કટિંગ અટકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.