Crime

વાહન સહિત 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધાયો

copy image ગાંધીધામના શક્તિનગરના શોપિંગ કોમ્પલેક્સ પાસે દારૂનો જથ્થો કારમાંથી સગેવગે કરાય તે પહેલાં જ એ-ડિવિઝન પોલીસ પહોંચી જતાં પોલીસને...

નશાનીધૂત હાલતમાં જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતા ઈશમ ની આદિપુર ટ્રાફિક પોલીસે કરી અટકાયત

copy image આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક ની કામગીરીમાં હતા તે દરમ્યાન મુન્દ્રા સર્કલ રોડ ઉપર આદીપુર એક ઇસમ પોતાના કજાનુ...

ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચર્યો

 ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો  આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ  હાથ ધરી છે.

 કારમાં તોડફોડ કરી શખ્સને  જાનથી મારી નાખવાની આપી  ધમકી 

 અંજાર નજીક કંપનીના મેનેજરની કારમાં તોડફોડ કરી શખ્સને  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ  બનાવ   અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા સોસાયટીમાં બન્યો હતો. મનાક્ષિયા કોટેડમેટલ-ચાંદ્રાણી કંપનીના સહાયક જનરલ મેનેજર એવા ફરિયાદી  આ સોસાયટીમાં કંપનીની ઓફિસ પાસે કાર પાર્ક કરવા  ગયા હતા ત્યારે આરોપી  ત્યાં આવી તમારી કંપનીએ નોકરીમાંથી છૂટો કર્યો છે, ઉપરથી અહીં ગાડી કેમ રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદી જતા રહેતાં રાત્રિના ભાગે આ શખ્સે કારના કાચ તોડી નાખ્યા હતા જે અંગે ફરિયાદીને જાણ થતાં તે ત્યાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર કર્યો હુમલો

રાપર તાલુકાના ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી  આદિપુરમાં રહેનાર ફરિયાદી  પોતાના વતન રાપરના ધબડા ગામે ગયા હતા જ્યાં પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા, પરંતુ કંઇ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને બાદમાં લાકડી, છરી, ધારિયું લઇને આવ્યા હતા અને ખેતર બાબતે બોલાચાલી કરી આ વૃદ્ધ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી

કોટડા ગામમાં  નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં   શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો

copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ  શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી  તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો  કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની  શોધ આદરી હતી. પોલીસે  દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી  હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી  તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ  કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ  11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...

નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું 

copy image નખત્રાણામાં  વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.   તે વ્યક્તિ એ બપોરે ના આરસા મા પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ  બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધે કર્યો આપઘાત

copy image મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધ  ઝાડમાં ગળેફાંસો  ખાઈ આપઘાત કરી  લીધો હતો.મુન્દ્રા  તાલુકાના નાના કપાયામાં વ્યક્તિ   છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે  મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા  પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.