માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના નાના વરનોરા ગામેથી ગૌવંશનું કતલખાનુ ઝડપી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગોવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગોવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ તાલુકાના નાના વરનોરા ગામે રહેતો અરબાજ સ/ઓ જુમા ઉર્ફે ડાડા સુમાર મમણ પોતાના કબ્જા ભોગવટાના ખુલ્લા વાડામાં ગૈા અથવા ગૌવંશની હત્યા કરીને તેના માંસનુ ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી. રબારી, એ.એસ.આઇ. જયદીપસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા,સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઇ વેગડા, મહીપાલસિંહ પુરોહીત, રાજેન્દ્રસિંહ રાઠોડ, શકિતસિંહ ગઢવી, નવીનકુમાર જોષી, ડ્રાઇવર ભાવેશભાઇ ખટાણા તથા અશ્વીન ગઢવી તથા વુમન હેડ કોન્સ. પુજાબેન રાજપુત તથા વુમન પોલીસ કોન્સ. દયાબેન રાઠોડ એ રીતેના લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અરબાજ જુમા ઉર્ફે ડાડા સુમાર મમણ, રહે.નાના વરનોરા, તા.ભુજ વાળાને પોતાના કબ્જા ભોગવટાના ખુલ્લા વાડામાંથી આશરે ૫૦ કી.લો ગૌવંશના માસ તથા ગૌવંશ કતલ કરવા માટે તથા માસ કાપવા માટે ઉપયોગમાં લીધેલ હથીયાર જેવા કે કુહાડી,કોઇતા,છરા વિગેરે સાથે ઝડપી પાડી ભુજ પશુ ચિકીત્સકશ્રી મમતાબેન પંડયા નાઓને બોલાવી માંસના જથ્થાની ચકાસણી કરી પ્રાથમીક અભિપ્રાય આપતા પકડાયેલ ઇસમ વિરુધ્ધ ઈ.પી.કો કલમ ૨૯૫-૨, ૪૨૯ તથા ગુજરાત પશુ સંરક્ષણ (સુઘારા) અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૫(૧),૧(ક), ૬(ખ)(૧), ૮(૨)(૪),તથા પશુ પ્રત્યે ધાતકીપણુ અટકાવવાની કલમ ૧૧(એલ) મુજબ કાર્યવાહી થવા સારૂ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

  • ગૌવંશના માંસનો આશરે ૫૦ કી.લો. . ૨૫૦૦/-

વજનીયા નંગ-ર તથા છાબડું કિ..૫૦૦/-

  • લાકડાનો મોટો ગોળાકાર કટકો કિ.રૂ.રૂ.૦૦/-
  • લાકડાના હાથા વાળી કુહાડી નંગ-૧ કિ.રૂા.રૂ.૫૦/-
  • લોખંડના કોયતા નંગ-ર કિ.ગ.૧૦૦/-
  • લાકડાના હાથા વાળી છરીઓ નંગ-૩ કિ.રૂા.૧૫૦/-

માંસ ભરવા માટેના ઝભલાઓ કિ.રૂ.૦૦/-

  • રોકડા ૩.૧૬, ૫૧૦/-
  • પકડાયેલ ઇસમ
  • અરબાજ સ/ઓ જુમા ઉર્ફે ડાડા સુમાર મમણ, ઉ.વ.ર૪,રહે.નાના વરનોરા, તા.ભુજ
  • પકડાયેલ ઇસમનો ગુનાહીત ઇતિહાસ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સે. ગુ.ર.નં. ૧૩૯/૨૦૧૯ ઇ.પી.કો.ક.૫૦૪,૫૦૬(૨),૧૧૪
  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.૧૯૭/૨૦૧૯ ઇ.પી.કો.ક.૨૯૫(એ),૪ર૯ તથા ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૫(૧),૧(ક),ઽ(ખ)(૧),૮(૨)(૪),તથા પશુ પ્રત્યે ધાતકીપણુ અટકાવવાની કલમ ૧૧(એલ) વિગેરે