ભચાઉમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને કુલ કિ. 13,600ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

copy image

ભચાઉમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને કુલ કિ. 13,600ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સિતારામપુરા વિસ્તારમાં આવેલ ગોકર વેલા કોળી નામના શખ્સનાં મકાનની બહાર આવેલ જાહેર જગ્યામાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી પાંચ ખેલીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા જુગારપ્રેમીઓ પાસેથી કુલ કિ.13,600નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.