યમદૂત સમાન ટ્રેઈલરે વધુ એક યુવાનનો ભોગ લીધો
copy image

ગાંધીધામમાં યમદૂત સમાન ટ્રેઈલરે વધુ એક યુવાનનો જીવ લીધો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના મીઠીરોહરના સીમ વિસ્તારમાં પગપાળા જઈ રહેલ મદન દેવનાથ પ્રસાદ નામના યુવાનને ટેઇલરે હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. આ જીવલેણ બનાવ મીઠીરોહર સીમમાં સોઢા ટી હાઉસની આગળ રેલવે ફાટક પાસે કુશ સિન્થેટીક કંપની સામે બન્યો હતો. હતભાગી પગપાળા જઇ રહ્યો હતો, તે સમય દરમ્યાન ત્યારે તેને ટ્રેઇલરએ હડફેટમાં લીધો હતો આ તાતિંગ વાહનનાં પૈડા તેના પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.