લોરિયા-હનુમાનનગર નજીક સર્જાયેલ અકસ્માતમાં બનાસકાંઠાના યુવાનનું મોત

copy image

copy image

બનાસકાંઠા ખાતે આવેલ સલ્લાના 37 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાંથી વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 3/3ના બપોરના સમયે પરેશભાઈ બુડાભાઈ પટેલ ગાડી લઈને લોરિયા બાજુથી આવી રહ્યા હતા તે સમયે લોરિયા-હનુમાનનગર વચ્ચે આ યુવકની ગાડી લાઈટના થાંભલામાં અથડાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સરવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.