ભીમાસર નજીક સર્જાયેલ અકસ્માતમાં 20 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો
copy image

અંજારના ભીમાસરથી ગોપાલનગર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 20 વર્ષીય યુવાનનું લાખાપર કોલીવાસમાં રહેનાર સુનીલ નામનો યુવાન બાઈકથી ભીમાસરથી ટપ્પર બાજુ જઈ રહ્યો હતો તે સમયે ચકાસર તળાવડી નજીક પહોંચતા અજાણી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે તેને હડફેટમાં લેતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.