થરાદ તાલુકાના ગામે ઝુંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડીરાત્રે લાગેલી ભીષણ આગમાં ઝુંપડું બળીને ખાખ થઇ ગયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ ફાયર બ્રિગેડના સ્ટાફે પણ યુધ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. ઝૂંપડામાં આગ લાગવાનું હાલ કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. સદનસીબે આગને કારણે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ચુડમેર ગામમાં મોડીરાત્રે ઝુંપડામાં આગ લાગતા અફરાતફરનો માહોલ સર્જાયો હતો. રાત્રિ દરમિયાન આગ લાગતા થરાદ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. આગમાં કોઈ જાનહાનિ થયાનુ પણ જાણવા મળ્યુ નથી. ગામમાં આગ લાગવાની ઘટનાથી ગામલોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.