Breaking News

બ્રેક ફેલ થતાં જ પિકઅપ વાન પલટી:વાગરાની વિલાયત જીઆઇડીસીમાં શ્રમિકો ભરેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો, બે શ્રમિકોના મોત, ૧૩થી વધુને ઈજા

ભરૂચના વાગરા તાલુકામાં આવેલી GIDCમાં શ્રમિકોને લઈને જઈ રહેલી પીકઅપ વાનની બ્રેક ફેઈલ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં...

નશાનીધૂત હાલતમાં જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતા ઈશમ ની આદિપુર ટ્રાફિક પોલીસે કરી અટકાયત

copy image આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક ની કામગીરીમાં હતા તે દરમ્યાન મુન્દ્રા સર્કલ રોડ ઉપર આદીપુર એક ઇસમ પોતાના કજાનુ...

ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચર્યો

 ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો  આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ  હાથ ધરી છે.

કોટડા ગામમાં  નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં   શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો

copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ  શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી  તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો  કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની  શોધ આદરી હતી. પોલીસે  દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી  હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી  તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ  કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ  11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...

 રૂા. 43,480ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી માનકુવા પોલીસ

copy image સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે માનકૂવા પોલીસે   ટુ-વ્હીલરથી ભારાપરથી પોતાના ગામ નારાણપર આવી રહેલા શખ્સને  માદક પદાર્થ ગાંજો 987 ગ્રામ સાથે પકડી પાડયો હતો. આ માલ તેણે લુણીની મહિલા પાસેથી લીધાનું કહ્યું હતું. આ અંગે માનકૂવાના પી.આઇ. ડી.એન. વસાવા ફરિયાદી બની નોંધેલી ફરિયાદ અનુસાર માનકૂવા પોલીસના સર્વેલન્સ સ્ટાફને  મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડતા નારાણપર ગામના બસ સ્ટેશનથી ભારાપર જતા રસ્તે બાતમીવાળી ટુ-વ્હીલર  દેખાતાં તેને ઊભી રખાવી ડીકી ખોલાવતાં તેમાંથી 987 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9,870 મળી આવ્યો હતો. આ બાદ માનકૂવા પોલીસે આ માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી  ની તપાસ લેતાં તેની પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ જેની કિં. રૂા. 3000 અને રોકડા રૂા....

ફરી એકવખત રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ

copy image માંડવી પરિવારનો કિસ્સો  સામે આવ્યો છે, જેમાં મહિલા અને પુત્રીની એફ.ડી. પરથી ત્રણ લોન  લઈ રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ થયાનો નવતર કિસ્સો સામે આવ્યો છે. આ નવતર છેતરપિંડી અંગે અગાઉ અરજી આપ્યા બાદ ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે માંડવીમાં બાબાવાડીમાં રહેતા શખ્સે  એ વિધિવત નોંધાવેલી ફરિયાદ મુજબ  પત્નીના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા પાછલા મહિનાનું બિલ અપડેટ થયું ન હતું અને મો.નં. આપી સંપર્ક કરવા જણાવતાં તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ વાતોથી વિશ્વાસ કેળવી એક લિંક એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આંકડાકીય કોડ માગી લીધા હતા. આ બાદ થોડીવારમાં ફરિયાદીના ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા ફરિયાદીએ ફરી ફોન કરી નાણાં ઉપડી ગયાનું કહેતાં, સામેવાળાએ કહ્યું, રૂપિયા પાછા આવી જશે, તમે ફોન કટ ન કરતા અને જો તમારું બિલ અપડેટ ન થાય તો મારી નોકરી  જશે તેવી વાતો કરી અઢી કલાક સુધી ફોન ચાલુ રાખ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે સામાવાળો તમેના અલગ-અલગ ખાતાંમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છે. આથી ફોન કટ કરી નાખ્યો, પરંતુ એનિડેસ્ક એપ ડિલિટ કરી ન હતી. સામાવાળા આરોપીએ ફરિયાદી અને તેના પત્ની તથા પુત્રના ખાતાંમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધાં હતાં. ફરિયાદી તેમના તથા પરિવારના ખાતાંની વિગતો ચકાસતા આરોપીએ ફરિયાદીના ત્રણ એફડી ઉપરથી લોન રૂા. 10,20,000 ઉપાડી આરોપીએ ટુકડે-ટુકડે અન્ય ખાતાંમાં ઉસેડી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી તથા પત્ની અને પુત્રના ખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આમ કુલે રૂા. 12,85,397ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી .પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આદિપુરમાં બાઇકના શોરૂમમાં  એક શખ્સ  વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ 

આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી  તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં  આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી  જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર  કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ  રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.