સમી હાઇવે માર્ગ પર ટેલર અને પીકઅપ જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત..
પાટણ જિલ્લાના રાધનપુર સમી વારાહીના હાઇવે માર્ગ પર અકસ્માતોની વણજાર વણથંભી રહેવા પામી છે. ત્યારે આવો જ વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી હાઇવે માર્ગ પર ટેલર અને પીક અપ જીપ વચ્ચે સર્જાતા રાધનપુરના ઓધવ નગરના આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પ્રકાશ મા આવવા પામ્યો છે.
મળતી હકીકત મુજબ રાધનપુર ના ઓધવ નગરમાં રહેતા દશરથજી ઠાકોર પોતાની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે પીકઅપ જીપમાં માલ ભરીને ઊંઝા માર્કેટયાર્ડમાં ગયા હતા જ્યાં તેઓએ પોતાના ખેતપેદાશ માલનું વેચાણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સમી હાઈવે માર્ગ પર થી આવી રહેલા ટેલર સાથે પીકઅપ જીપ ડાલુ અથડાતા જીપ નો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો અને જીપમાં બેઠેલા દશરથજી ઠાકોરનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
