જુનીયર ક્લાર્ક પરીક્ષા અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કાર્યરત જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કંટ્રોલરૂમ ખાતે ફરજ પરનાં અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું

માહિતી બ્યુરો, બોટાદ

        આજે સમગ્ર રાજ્યમાં જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે ત્યારે બોટાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પરીક્ષા શરૂ થતાં પૂર્વે જીલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ આ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. 

પરીક્ષા સમયે ઉમેદવારને કોઈ સમસ્યા ઉદભવે તો બોટાદ જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02849271550 પર સંપર્ક સાધી શકે તેમજ તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે અહીં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, એસ. ટી. વિભાગ, પીજીવિસીએલ વિભાગના કર્મચારીશ્રીઓ સતત તૈનાત છે. ત્યારે આ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત તમામને માર્ગદર્શિત કર્યા હતા. મુલાકાત દરમિયાન કંટ્રોલ રૂમ કોર્ડીનેટર બરવાળાના પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિએ પરીક્ષા કેન્દ્રો પરની વ્યવસ્થા બાબતે સૌને માહિતગાર કર્યા હતા.

મહત્વનું છે કે, આજરોજ બોટાદ જિલ્લાના 46 પરીક્ષાકેન્દ્રોના 513 વર્ગખંડ ખાતે બપોરે 12.30થી 1.30 સુધી પરીક્ષા લેવાશે. બોટાદ જિલ્લા ખાતેથી 15 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.