Kutch

ગળપાદરમાં કારના શો રૂમના કર્મચારીઓ 37 લાખ ચાંઉ કરી ગયા

ગાંધીધામના ગળપાદરમાં આવેલા કારના શો રૂમમાં કામ કરતા ચાર કર્મચારીઓએ ગ્રાહકોના  રૂપિયા પોતાનાં  ખાતાંઓમાં જમા કરાવી બારોબાર ચાંઉ કરતાં બનાવ અંગે રૂા. 37,16,474ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી.  ગળપાદરમાં આવેલ બી. એમ. ઓટોલિન્કમાં મેનેજર તરીકે કામ કરનાર મહિલા તથા  શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ  કરતા બે શખ્સો , ગાડીઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ  તથા જૂની ગાડીઓનું લે-વેચનું કામ કરનાર શખ્સ  વિરુદ્ધ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તા. 27/5ના શો રૂમના બેંક ખાતાંની તપાસ કરતાં એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સ  શો રૂમમાં આવતા ગ્રાહકોના પૈસા પોતાના સંબંધી તથા મિત્રના ખાતાંમાં જમા કરાવી દીધા હોવાનું બહાર  આવ્યું હતું. ...

કુણાઠિયા-તેરાની વીજ લાઇન પરની વાયર ચોરીનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો    

copy image ત્રણેક માસ પૂર્વે ફેબ્રુઆરીના અંતમાં અબડાસા-ભાચુંડા સબ સ્ટેશનના  નલિયા-નેત્રા જતા કુણાઠિયા-તેરા રોડની વીજ લાઇન પરથી 90 હજારના  વાયરની  ચોરી થઇ હતી.  નાસતા ફરતા આરોપી મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ  રહેતા આરોપી  ને પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી  બાતમીના આધારે ઝડપી નલિયા પોલીસને સોંપ્યો છે. 

ગાંધીધામમાં પૈસાની લેતીદેતી મુદ્દે યુવાનની હત્યા

copy image ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે પૈસાની લેતીદેતી મુદ્દે શખ્સે છરી વડે હુમલો કરી  યુવાનની  હત્યા કરી હતી. બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના  ગોપાલપુરીમાં  રહેનાર ફરિયાદી   દીકરો   તેના  મિત્રો  રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે યુવાનને ફોન પર શખ્સ સાથે વાત કરી રહ્યો હતો જેમાં પૈસાની  લેતી દેતીની વાત કરી રહ્યા હતા. યુવાને તેના મિત્રોને  જણાવ્યુ કે બે શખ્સો  પાસેથી...

 વાગડમાં ત્રણ બંદૂક, એરગન સાથે ત્રણ શખ્સ ઝડપાયા

copy image વાગડ પંથકમાં  પોલીસે ત્રણ બંદૂક અને એક એરગન સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી પરંતુ આ અગ્નિશત્રો ક્યાંથી આવ્યા તે બહાર આવ્યું નહોતું. ભચાઉના જૂની મોટી ચીરઇની સીમ વિસ્તારમાં ખભા પર કોથળા લઇને ફરતા શખ્સ  ને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી એક બંદૂક તથા એક એરગન હસ્તગત  કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાપરના બાંભણસરમાં રહેનાર શખ્સ  ઘરે પોલીસ દારૂ અંગેની કાર્યવાહી કરવા ગઇ હતી તેવામાં ગાદલા નીચેથી રૂા. 5000ની દેશી બંદૂક મળી આવી હતી. ત્રીજી કાર્યવાહી રાપરના ખેંગારપરમાં કરાઇ હતી. પોલીસે બોલેરો ને રોકાવી તેમાંથી શખ્સને પકડી ગાડીમાંથી રૂા. 3000ની દેશી બંદૂક હસ્તગત કરી હતી.

મુંદરામાં આધેડે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘા કર્યો

copy image મુંદરાના બારોઇ રોડ પર રહેતા આધેડની લાંબા સમયથી પગની નસો સંકોચાઇ ગઇ હતી. ઉપરાંત  તેઓ બીમાર પણ રહેતા હોવાથી અંતે કંટાળીને પોતાના ઘરે રાતના આરસા માં   ગળેફાંસો ખાઇ  પોતાનો જીવ દીધાની વિગતો જાહેર થતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો . 

ભુજના હિલગાર્ડન અને માધાપરના ગેમઝોન  સામે ગુનો દાખલ

copy image રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રે ઠેર-ઠેર કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસને  પણ તેના વિસ્તારમાં ચાલતા ગેમઝોનની તપાસણી કરી કંઈ ગેરકાયદેસર જણાય તો સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ  કરવા આદેશ વછૂટતા છેલ્લા બે-ત્રણ દિવસથી કચ્છમાં આવી કાર્યવાહી થઈ રહી છે,  જેમાં  માધાપરના  વધુ  એક  ગેમઝોન વિરુદ્ધ  અને ભુજના હિલગાર્ડનમાં ચાલતા ગેમઝોન સામે ગુનો દાખલ થયો હતો .  માધાપર પોલીસે  જૂનાવાસમાં નવીલાઈન શેરીમાં બ્લૂબેરી ગેમ સ્ટેશનની તપાસ  કરી હતી જ્યારે  ભુજના હિલગાર્ડનમાં ચાલતા  મસ્તી ઝોન નામના ગેમઝોનની એ-ડિવિઝન પોલીસે મુલાકાત લીધી હતી. આ બન્ને ગેમઝોન જ્યારથી ચાલુ થયા  છે ત્યારથી લઈ ને અત્યાર  સુધી ફાયર વિભાગની એન.ઓ.સી. કે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવ્યું નથી તેમજ  ગેમઝોનમાં એક દરવાજા સિવાય બીજો કોઈ ઈમરજન્સીમાં બહાર નીકળવાનો દરવાજો ન હોઈ માણસોની ...

અબડાસાના એક ગામના ઉત્સવમાં બંદૂકના ભડાકાથી એક શખ્સ ઘાયલ

copy image અબડાસાના એક ગામમાં ઉત્સવ દરમ્યાનની ઉજવણીમાં હવામાં બંદૂકમાંથી ભડાકા થયા અને આકસ્મિક રીતે એક શખ્સના ગાલને છરા-ગોળીએ વીંધી નાખ્યાના સમાચાર  મળ્યા છે, જો કે આ બનાવ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ  નથી અને  પોલીસ પણ  અજાણ હોવાનું સામે આવ્યું છે.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી.  જેમાં જોશમાં આવીને બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું. અતિ ઉત્સાહમાં છરાવાળી બંદૂકથી થયેલાં ફાયરિંગ થકી આકસ્મિક રીતે છરાવાળી ગોળી એક શખ્સને લાગતાં તેને તાબડતોડ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને શત્રક્રિયા થકી તેનો જીવ બચ્યો હતો. આ બનાવને લઈને સંબંધિત પોલીસ મથકના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતાં આવી કોઈ ફરિયાદ દાખલ ન થયાનું અને બનાવથી પણ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

આદિપુરના યુવાનને નોકરીની લાલચ આપી 36 હજારની ઓનલાઇન છેતરપિંડી

copy image આદિપુરમાં રહેનાર એક યુવાનને કેનેડામાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગબાજો દ્વારા યુવાન  પાસેથી રૂા 36,500ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી. આદિપુરની ઇફકો સોસાયટીમાં રહી અને કાસેઝની રૂસાન કંપનીમાં કામ કરનાર ફરિયાદી  ગત તા. 9-5ના પોતાના ઘરે હતા ત્યારે આ ફરિયાદને એક ઇ-મેઈલમાં કેનેડાની નોકરી  અંગેનો પ્રસ્તાવ  મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીને મેડિકલ વિભાગમાં રસ હોવાથી અને કેનેડા નોકરી કરવાની ઇચ્છા હોવાથી તેણે ફોર્મ ભરી પરત આ ઇ-મેઇલ એડ્રેસ ઉપર મોકલી આપતાં તેને જોબ ઓફર લેટર અને એગ્રિમેન્ટ લેટર મોકલવામાં આવ્યો હતો.  જેમાં સિનિયર એક્સિક્યુટિવની પોસ્ટ, 10,500 કેનેડિયન ડોલર માસિક પગાર, મેડિકલ ખર્ચ, રહેવાની સુવિધા વગેરે  લાલચ આપવામાં આવી હતી. યુવાનને વિશ્વાસ આવતાં તેણે જુદા જુદા ફોર્મ ભરી તેમાં સહી કરી મુંબઇથી આવેલા  અન્ય ઇ-મેઇલ એડ્રેસ પર આ દસ્તાવેજો મોકલી આપ્યા હતા.  ઠગબાજોએ દસ્તાવેજો સાથે વિઝા ફી માટે   રૂા. 36,500 માગતા ફરિયાદીએ આપી દીધા હતા. બાદમાં ઠગબાજોએ ઇમિગ્રેશન એપ્રુવલ, યલો ફિવર વગેરે માટે રૂા. 82,700 માગતા ફરિયાદીને શંકા ગઇ હતી, જેથી મુંબઇના શખ્સને ફોન કરી પોતાના રૂા. 36,500 પણ પરત માગ્યા  હતા. વારંવાર આ રકમ પરત કરવાની માંગ કરવા છતાં તેની આ રકમ પરત ન મળતાં અંતે તેણે પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામમાં  પત્તા ટીંચતા વધુ છ ખેલીની ધરપકડ

copy image ગાંધીધામના સેક્ટર-પાંચ સથવારા કોલોનીમાં પત્તા ટીંચતા 6 શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 21,000 હસ્તગત  કર્યા હતા. શહેરના સેક્ટર-પાંચ, પ્લોટ નંબર 199 પાસે  સાંજના આરસામાં  જુગાર ચાલી રહ્યો હતો, તે દરમિયાન  અચાનક પોલીસ ત્રાટકી હતી અને છ શખ્સોને   પકડી પાડવામાં આવ્યા હતા. ગંજીપાના  વડે પોતાનું  નસીબ  અજમાવતા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 21,000 હસ્તગત કર્યા હતા.

નાની અરલમાં આધેડ પાસેથી જમીનમાં દાટેલી દેશી બંદૂક મળી

copy image નખત્રાણા તાલુકાના નાની અરલમાં આધેડ પાસેથી જમીનમાં દાટેલી દેશી બંદૂક, છરા અને સીસાના ટુકડા મળ્યા હતા . નખત્રાણા પોલીસે  બાતમીના આધારે નાની અરલમાં રહેતા 50 વર્ષીય આધેડના ઘર પર દરોડો પાડી તેની પાસેથી  સીસા જેવી ધાતુના છરા 54 નંગ, છરા બનાવવા માટે સીસાના અને ગેલ્વેનાઇઝ ધાતુના ટુકડા તેમજ ઘરની પાછળ  જમીનમાં દાટેલી હાથ બનાવટની દેશી બંદૂક કિ.રૂા. 2000 મળી આવી હતી. આરોપી  વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો  નોંધી  નખત્રાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .