જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ નાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ કામગીરી કરવા સૂચના કરેલ,

જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે મહેન્દ્ર કેશવજી કંસારા રહે-મકાન નં-૧૮૫ શેરી નં-૧૨ બીજા ગેટ પાસે પ્રમુખસ્વામીનગર ભુજવાળો પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તી ગંજીપાનાનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી તે જગ્યાએ રેઇડ કરી ૦૬ પુરૂષોને તથા ૦૨ મહિલાઓને તીનપતી ગંજીપાનાનો રૂપીયાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૩૦,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ.૧૪,૫૦૦/- તથા તીનપતી ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા મકાનના આધાર પુરાવા તરીકે લાઇટબીલ કિં.રૂ.૦૦/૦૦ તથા જુગાર રમવા માટે લઇ આવેલ ટુ વ્હીલર વાહન નંગ- ૦૧ કી.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ્લે કી.રૂ.૭૫,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:-

(૧) મહેન્દ્ર કેશવજી કંસારા ઉ.વ.૭૩ રહે-મકાન નં-૧૮૫ શેરી નં-૧૨ પ્રમુખસ્વામીનગર ગેટ નં-૨ પાસે ભુજ

(૨) પ્રફુલ શીવજી નાગડા ઉ.વ-૫૬ રહે-સી-૧૦ નવનીતનગર જૈન દેરાસરની પાસે કોવાઇ નગર ભુજ

(૩) મહેન્દ્ર માવજીભાઇ સોલંકી ઉ.વ.૬૮ રહે-સવાયા ફળીયુ આશાપુરા મંદીર પાસે ભુજ

(૪) હરેશ જેરામભાઇ ડુડીયા ઉ.વ.૫૬ રહે- સી-૪ વર્ધમાનનગર ગોકુળધામ સોસાયટી માધાપર ભુજ

(૫) દાઉદ ફકીરમામદ પઠાણ ઉ.વ.૬૩ રહે-લશ્કરી માતમ ચોક કેમ્પ એરીયા ભુજ

(૬) સુરેશ મથુરભાઇ ઠક્કર ઉ.વ.૫૩ રહે- પ્રભુનગર કોડકી રોડ ભુજ

(૭) દિનેશભાઇ સોલંકી ઉ.વ.૫૮ રહે- મેહુલપાર્ક મુન્દ્રા રોડ ભુજ

(૮) અમીનાબેન ઉમર સુથાર ઉ.વ.૭૭ રહે- રઘુવંશીનગર ઓધવ એપાર્ટમેન્ટ પાછળ ભુજ

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) રોકડા રૂપીયા – ૩૦,૬૦૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ. ૧૪,૫૦૦/-

(૩) ગંજી પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦

(૪) એક લાઇટબીલ કી.રૂ.૦૦/૦૦

(૫) ટુ વ્હીલર વાહન નંગ-૦૧ કી.રૂ.૩૦,૦૦૦/-

►ઉપરોકત કામગીરી કરનાર:-

આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઈન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબનાઓ તથા તેઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.ડી.બી.લાખણોત્રા સાહેબ તથા પો.હેડ.કોન્સ મહિપાલસિંહ જાડેજા તથા રાજુભા જાડેજા તથા ભરતજી ઠાકોર તથા પો.કોન્સ.લાખાભાઈ બાંભવા તથા જીવરાજ ગઢવી તથા વુ.પો.કોન્સ. નિષાબેન બડીયા તથા આરઝુબેન બેલીમનાઓ જોડાયેલા હતા..