Year: 2024

કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન ના અધ્યક્ષએ પાણીના ટેન્કર ચાલકોની ચકાસણી કરવા બાબતે કલેકટરને રજૂઆત કરી

માંડવીમાં નિયમિત પાણી વિતરણ માં નગરપાલિકા સફળ રહી,સૂર્ય ઉર્જા નો ઉપયોગ કરી અપાયો અનોખો સંદેશ

માનવજ્યોત સંસ્થા દ્વારા હરતા ફરતા છાશ કેન્દ્ર દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે

નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું 

copy image નખત્રાણામાં  વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.   તે વ્યક્તિ એ બપોરે ના આરસા મા પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ  બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધે કર્યો આપઘાત

copy image મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધ  ઝાડમાં ગળેફાંસો  ખાઈ આપઘાત કરી  લીધો હતો.મુન્દ્રા  તાલુકાના નાના કપાયામાં વ્યક્તિ   છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે  મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા  પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આઠ વર્ષીય બાળક  ટ્રેકટરના ટાયર તળે કચડાતા કરૂણ મોત

 કેરા ગામે  અન્ય બાળકો સાથે રમી રહેલા આઠ વર્ષીય બાળક  ટ્રેકટરના ટાયર તળે કચડાઈ  જતાં કરૂણ મોત નીપજ્યું હતું .કેરાના કરૂણ બનાવ અંગે નલિયા પોલીસ મથકે મૃતક બાળકના પિતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ  રાતે આઠ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે  ટ્રેકટર  પુરઝડપે-બેદરકારીથી ચલાવી ફરીયાદીના પુત્ર  ઉપર ચડાવી દેતાં ગંભીર ઈજાના પગલે બાળકનું  મોત નીપજ્યું હતું. ટ્રેકટર બાળકને અડફેટમાં લીધા બાદ દિવાલ સાથે ટકરાતાં દિવાલમાં બાકોરૂં થઈ ગયું હતું. ટ્રેકટર ચાલક અકસ્માત બાદ ટ્રેકટર મુકી નાસી ગયો હતો. નલીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી

રાપર સહિત વાગડ વિસ્તારમાં રામજન્મોત્સવ તથા ઘનશ્યામ મહારાજ પ્રાગટય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નંબર૧થી૧૨ પ્રાથમિક સુવિધાથી વંચિત

ભચાઉ શહેરના બટીયા ત્રણ રસ્તા દુર્ગંધ દૂર દૂર ના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ