Month: April 2024

ભુજ તાલુકાના એક ગામમાંથી છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ

ત્રણેક દિવસ પૂર્વે ભુજ તાલુકાના એક ગામમાંથી 14 વર્ષિય સગીર છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પધ્ધર પોલીસ મથકે છોકરો ગુમ થતાં તેના પિતાએ ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા.26/4ના સવારે છોકરો ઘરેથી નીકળ્યા બાદ  ઘરે પરત ન ફરતા  સગા-સંબંધિઓની પુછપરછ કરી હતી. બીજા દિવસે આજુ-બાજુના ગામો અને હાજીપીરના મેળામાં પણ તપાસ કરી, માઈકમાં છોકરા અંગે જાહેરાત કરી હતી. સગા સંબંધીઓના વોટ્સએપ ગ્રુપમાં પણ ફોટા સાથે ગુમ થયા અંગે પોસ્ટ વાયરલ કરી હોવા છતાં આજદીન સુધી ગુમ થયેલો સગીર દિકરો ન મળતાં કોઈ અજાણ વ્યક્તિએ લોભ-લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની શંકા હોઈ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કલમ 363 મુજબ ગુનો દાખલ કરી આગળની  તપાસ હાથ ધરી છે. ઉજળાવાન વાળો પાતળા બાંધાના આ છોકરા એ બ્લેક ટી-શર્ટ-લેંઘો પહેર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

વરસામેડીમાં  રહેતો શરાબના  ધંધાર્થી  ને જેલના હવાલે

copy image મુળ પલાંસવા હાલે વરસામેડી  રહેતો શરાબનો ધંધાર્થી  ને જેલમાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ. એમ.  અને પીએસઆઈ એ જિલ્લામાં જાહેરમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર  વેંચાણ કરતા આરોપી વિરૂદ્ધ પદ્ધર પોલીસ મથકે 48 લાખના દારૂના જથ્થા સંબંધિત અને ગાંધીધામ બી-ડીવીઝનમાં 1.70 લાખના શરાબના જથ્થાના ગુનાઓ દાખલ થયા હોઈ તેના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તેયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલી અપાતા તે ગ્રાહ્ય રહેતાં ધરપકડ વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે.

ભચાઉના બઠટીયગા રોડ ઉપર અસામાજિક  તત્ત્વો દ્વારા  લોખંડની તસ્કરી

copy image ભચાઉ શહેરના નવા બસ સ્ટેશનથી બઠટીયગા રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા લોખંડની ચોરીનું પ્રમાણ વધ્યું   હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ચોરીના કારણે પડેલા ખાડાઓથી અકસ્માતની સંભાવના   સતાવી રહી છે. ભચાઉમાં પોલીસ મથકની સામે જ થતી ચીભડચોરી થતાં તસ્કરોને કાયદો વ્યવસ્થાની કોઈ ધાક જ ન હોવાની છાપ ઊભી થાય છે. ભચાઉ પોલીસ સ્ટેશન માર્ગ ઉપર પાણીના નિકાલ માટે છીપરો મૂકવામાં આવી છે. અસામાજિક તત્ત્વો લોખંડની ચોરી કરવાના હેતુ સાથે આ છીપરો કાઢી નાખતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ માર્ગ ઉપર રાહદારીઓને ચાલવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, પરંતુ પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી છીપર મૂકાઈ હતી, જે ફૂટપાથના વિકલ્પ તરીકે ઉપયોગમાં આવે છે. ચોરી માટે છીપર કાઢી નાખવામાં આવતાં રાત્રિના સમયે કોઈપણ વ્યક્તિ ચાલે, તો ખાડામાં પડી જવાની સંભાવના રહેલી છે. છ માર્ગીય રોડ ઉપર અનેક સ્થળે છીપર કાઢીને સળિયા કાઢી જવાયા હોવાના બનાવ બન્યા છે, ત્યારે પોલીસ મથક સામેથી જ થયેલી ચોરીના બનાવે અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે જવાબદાર તંત્રો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.

મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી

copy image સૂત્રો દ્વ્રારા મળતી માહિતી અનુસાર નોંધાવેલ ફરિયાદ અનુસાર  આદિપુરમાં ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી હતી. . ફરિયાદી યુવાનના પિતા  દારૂ પીવાની ટેવવાળા હોઈ વારંવાર દારૂનો નશો કરી ઘરે આવી બધા સાથે ઝઘડો કરી મારામારી કરતો હતો. ગત તા. 27/4ના આરોપી પોતાની પત્ની સાથે ઝઘડો કરી નીકળી ગયો હતો. બાદમાં બપોરે પરત આવી દારૂ પીવા પૈસા માગ્યા હતા. પૈસા ન હોવાથી તેમની પત્નીએ પૈસા આપવાની ના પાડતાં તેણે પોતાની પત્ની સાથે ઝઘડો, ઝપાઝપી કરી હતી ત્યારે ફરિયાદી યુવાન વચ્ચે આવી સમજાવવા જતાં ઉશ્કેરાયેલા તેના પિતાએ છરી કાઢી પોતાના દીકરાની પીઠમાં ભોંકી દીધી હતી. ઘવાયેલા યુવાનને લોઈલુહાણ હાલતમાં પ્રથમ આદિપુર, બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી કચ્છી યુવતીનું મોત

copy image માંડવી તાલુકાના મસ્કા ગામ વાડીવિસ્તારના અને ડોમ્બિવલીમાં વર્ષોથી વસવાટ કરતા શખ્સ મોતાની સંતાનમાં ત્રણ દીકરી પૈકીની સૌથી નાની દીકરી  નું સેન્ટ્રલ મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી મૃત્યુ થતાં કચ્છી સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને કરુણ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કચ્છી રાજગોર સમાજમાં શોકનું માહોલ જોવા મળ્યો  હતો  અને મૃતકની ડોમ્બિવલીમાં નીકળેલી સ્મશાનયાત્રામાં સમાજ અગ્રણીઓએ જોડાઇને પરિવારને સાંત્વના આપી હતી મુંબઇથી મળેલી જાણકારી પ્રમાણે સ્નાતક સુધી ભણેલી દીકરી  સવારના આરસામાં  લોકલ ફાસ્ટ ટ્રેનમાં થાણાએ નોકરીએ જવા માટે ટ્રેનમાં ગળદીનાં કારણે દરવાજા પાસે ઊભી હતી અને ટ્રેન રવાના થયા પછી દીવા અને કોપર સ્ટેશન વચ્ચે દરવાજા પાસે ઊભેલી યુવતી નું કોઇ કારણસર દરવાજાના હેન્ડલથી હાથ છૂટી જતાં ચાલુ ટ્રેને પડી ગઇ અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુને ભેટી હતી.આ  બનાવ   સવારના  આરસા માં બન્યો હતો.  મોટી બે બહેન પરિણીત છે, જ્યારે મૂતક  અપરિણીત હતી. મૂતક ના પિતા સામાન્ય કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીનાં અવસાનથી પરિવાર ઉપર દુ:ખનું આભ ફાટી પડયું હતું.

ધીંગાણામાં ગલીમાં વાહન ધીમા ચલાવાના સામાન્ય મુદ્દે   એસિડથી હુમલો  

COPY IMAGE  શહેરના સરપટ નાકા બહાર ગલીમાં વાહન ધીમા ચલાવાના સામાન્ય મુદ્દે થયેલ ઝઘડા બાદ લગ્નપ્રસંગ વચ્ચે બે પરિવારના ધીંગાણામાં એસિડથી થયેલા હુમલા થકી બનાવ વધુ ગંભીર બન્યો હતો. આ ઝઘડામાં કુલે 12 જેટલા ઘાયલ થયા હતા, જેમાં ત્રણથી ચાર લોકો એસિડથી દાઝ્યા હતા. બન્ને પક્ષે સામ-સામી ફરિયાદ નોંધાવી છે. સરપટ નાકા બહાર મોલુવાળી મસ્જિદ પાછળ ભગતવાડીમાં રાજ ફર્નિચર પાસે સવારના  અરસામાં સર્જાયેલા આ ધીંગાણા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે શખ્સએ નોંધાવેલી ફરિયાદ અનુસાર  તેમનાં ઘરે નાના ભાઈનો લગ્નપ્રસંગ હોઈ ઘેર સગા-સંબંધીઓ આવ્યા હતા.તે  દરમ્યાન શિવનગરમાં રહેતો આદમ  ઈલેક્ટ્રિક સ્કુટર પૂરઝડપે ચલાવી બેથી ત્રણ વખત પસાર થતાં ફરિયાદીએ  તેને ઊભો રખાવી જણાવ્યું કે, અમારા ઘેર લગ્નપ્રસંગ છે, જેથી મહેમાન અને બાળકો પણ છે, જે બહાર રમતા હોવાથી સ્કુટર ધીરેથી ચલાવવાનું કહેતાં આદમ ઉશ્કેરાઈ ગયો અને ગાળા-ગાળી કરતાં ફરિયાદી વચ્ચે આવી આદમને સમજાવી ઘેર મોકલી દીધો હતો. આ બનાવ બાદ દસેક મિનિટ પછી ઘરના સભ્યો આંગણામાં બેઠા હતા, ત્યારે આરોપી  અને તેના પિતા  અને ભાઈ  તથા તેના કાકા  અને અન્ય ચાર-પાંચ જણ લાકડાનો ધોકો, ટામી અને પ્લાસ્ટિકનો જગ અને ડોલમાં જલદ પ્રવાહી લઈ આવ્યા હતા. આરોપીઓએ રોડ તમારા બાપનો નથી કહીને ઝઘડો કર્યો હતો. ડોલ અને જગમાંથી પ્રવાહી પરિવારના સભ્યો પર ફેંકતા બળતરા થવા લાગી હતી. આ બાદ ધોકો અને ટામી વળે ફરિયાદીના પરિવાર પર આરોપીઓએ માર માર્યો હતો. આ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એસિડ જેવો આ જલદ પ્રવાહી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ બનાવમાં  પરિવારમાંથી 12 લોકો  ઘાયલ થયા હતા, જેમાં ત્રણથી ચાર જણા જલદ પ્રવાહીથી દાઝ્યા હતા. બીજી તરફ આ જ બનાવ અંતર્ગત પ્રતિફરિયાદીએ નોંધાવી હતી, જેમાં ફરિયાદી સાથે ટુ-વ્હીલર બાબતે ઝઘડો કરી માર મારતાં બાદમાં ફરિયાદી તથા સાહેદો ઠપકો આપવા જતાં આરોપીઓ એ લોખંડના સળિયા, કુહાડી તથા ધોકા વડે માર મારતાં ફરિયાદી અને બીજા વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમાં એક શખ્સને ટાંકા તથા અન્યોને શારીરિક ઇજા પહોંચી હતી. આ બનાવમાં બંને પક્ષના ઘાયલો સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બનાવના સમાચાર વાયુવેગે પ્રસરતાં હોસ્પિટલમાં પણ સંબંધિતો મોટી સંખ્યામાં એકત્ર થતાં પોલીસ પણ હોસ્પિટલ આવી પહોંચી હતી અને મામલો વધુ ન વણસે તે માટે તકેદારીનાં પગલાં લીધાં હતાં. બી-ડિવિઝને બંને પક્ષની ફરિયાદો વિવિધ કલમો તળે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગોવિંદપર નજીક ધાણીથરની તરકીયા સીમમાંથી પોલીસે એક શખ્સની દેશી બંદુક સાથે ધરપકડ

copy image ગોવિંદપર નજીક ધાણીથરની તરકીયા સીમમાંથી પોલીસે એક શખ્સને રૂ.5000ની દેશી બંદુક સાથે પકડી પાડયો હતો. આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ ગાગોદર નજીક એસઓજીની એક ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન  ધાણીથરની તરકીયા સીમમાં શખ્સ ના ખેતરમાં મજુરી તથા ચોકીદારીનું કામ કરનારા  પાસે બંદૂક હોવાની પૂર્વબાતમી મળી હતી જેના આધારે ધાણીથર તરફ તા માર્ગે જમણી બાજુના કાચા માર્ગ ઉપર આ ટીમ ધસી ગઈ હતી જ્યાં આ શખ્સ કંતાનમાં બંદુક લઈને આવતો જણાયો હતો તેની ધરપકડ કરવામાં આવી તેમજ તેની પાસેથી રૂ.5000ની આ બંદુક હસ્તગત કરવામાં આવી હતી. પરવાના વગરની આ બંદુક તેની પાસે ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એરંડા ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંપુર્ણ મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ)...