આઠ વર્ષીય બાળક ટ્રેકટરના ટાયર તળે કચડાતા કરૂણ મોત
કેરા ગામે અન્ય બાળકો સાથે રમી રહેલા આઠ વર્ષીય બાળક ટ્રેકટરના ટાયર તળે કચડાઈ જતાં કરૂણ મોત નીપજ્યું હતું .કેરાના કરૂણ બનાવ અંગે નલિયા પોલીસ મથકે મૃતક બાળકના પિતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ રાતે આઠ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે ટ્રેકટર પુરઝડપે-બેદરકારીથી ચલાવી ફરીયાદીના પુત્ર ઉપર ચડાવી દેતાં ગંભીર ઈજાના પગલે બાળકનું મોત નીપજ્યું હતું. ટ્રેકટર બાળકને અડફેટમાં લીધા બાદ દિવાલ સાથે ટકરાતાં દિવાલમાં બાકોરૂં થઈ ગયું હતું. ટ્રેકટર ચાલક અકસ્માત બાદ ટ્રેકટર મુકી નાસી ગયો હતો. નલીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી