Month: April 2024

મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા આરોપીની જામીન અદાલતે નકારી

copy image મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા એક પોલીસકર્મીએ રાજ્યની વડી અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરતાં તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. મુંદરા સોપારીકાંડમાં તપાસ કરનાર ડી.વાય.એસ.પી.  અને તેમની ટીમે ફરારી જાહેર થયેલા ફરજમોકૂફની અટક કરી હતી. આ પોલીસકર્મી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભુજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતી.  બાદમાં આરોપીએ રાજ્યની વડી  અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરી હતી, જ્યાં બંને પક્ષોને  સાંભળીને આ આરોપીના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સસ્પેન્ડ બે પોલીસ કર્મચારી  ફરાર જાહેર થયા  અને હજુ પણ પોલીસની પકડમાં ન આવતા તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અચાનક ટ્રેનની સામે આવી જતાં અંજારના 30 વર્ષીય યુવાનું મોત

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા મળતી વિગતો અનુસાર , રાત્રિના અરસામાં આદિપુર રેલવે સ્ટેશન ખાતે લાઈન નં 2 ઉપર ગાંધીધામ...