અચાનક ટ્રેનની સામે આવી જતાં અંજારના 30 વર્ષીય યુવાનું મોત

copy image

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા મળતી વિગતો અનુસાર , રાત્રિના અરસામાં આદિપુર રેલવે સ્ટેશન ખાતે લાઈન નં 2 ઉપર ગાંધીધામ તરફથી આવતી અને અંજાર તરફ જતી માલગાડી ટ્રેનની સામે ઉભા રહી જતા ટ્રેનના એન્જિન સાથે ટકરાવવાથી અંજારના 30 વર્ષીય યુવાનને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજા થવાના કારણે મોત થયું હતું. યુવાનને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.