લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધે કર્યો આપઘાત
copy image મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધ ઝાડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં વ્યક્તિ છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.