રાજપુત ક્ષત્રિય સમાજ પાવર પટ્ટી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
https://youtu.be/vMoEmx9HkeY
https://youtu.be/vMoEmx9HkeY
https://youtu.be/SXRRy8yfOfc
https://youtu.be/etpfWDOJ1yA
https://youtu.be/PuCWpjBXKDk
https://youtu.be/UCtP9ZIGZLU
https://youtu.be/jdWxYkgorUk
https://youtu.be/hMQagcUywvQ
https://www.youtube.com/watch?v=DiDFDA3HwUE
copy image મુન્દ્રાની મોમાઈ કૃપા સોસાટીનાં મકાનમાં શરાબની મહેફિલ માણતા પાંચ શખ્સોને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ કર્મચારીને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોમાઈ કૃપા સોસાયટી મકાન નંબર 16માં અમુક શખ્સો શરાબની મહેફિલ માણે છે. આ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં રહેતા શખ્સોને શરાબની મહેફિલ માણતા 10 બિયરના ખાલી ટીન અને બે અડધા ભરેલા તથા નમકીન્સ અને પાંચ મોબાઈલ કિં. રૂા. 60,000ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાંથી પોલીસે એક શખ્સને ચોરાઉ અથવા છળકપટથી મેળવાયેલા ભંગારના સાથે પકડી પાડયો હતો. અંજારની સ્થાનિક પોલીસ મેઘપર બોરીચી બાજુ પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન આનંદ નમકીન લખેલો ટેમ્પો નંબર શંકાસ્પદ જણાતાં તેને પોલીસે રોકાવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગાર અંગે વાહનચાલક પાસેથી આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો, તેની પાસેથી રૂા. 1,53,750નો ભંગાર હસ્તગત કરવામાં આવ્યો હતો. તેણે આ માલ ક્યાંથી મેળવ્યો તેમજ કોને આપવા જવાનો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .