દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા પાંચ ઈસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ
મુન્દ્રાની મોમાઈ કૃપા સોસાટીનાં મકાનમાં શરાબની મહેફિલ માણતા પાંચ શખ્સોને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ કર્મચારીને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોમાઈ કૃપા સોસાયટી મકાન નંબર 16માં અમુક શખ્સો શરાબની મહેફિલ માણે છે. આ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં રહેતા શખ્સોને શરાબની મહેફિલ માણતા 10 બિયરના ખાલી ટીન અને બે અડધા ભરેલા તથા નમકીન્સ અને પાંચ મોબાઈલ કિં. રૂા. 60,000ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.