મેઘપરમાં ચોરાઉ ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાંથી પોલીસે એક શખ્સને ચોરાઉ અથવા છળકપટથી મેળવાયેલા ભંગારના સાથે પકડી પાડયો હતો. અંજારની સ્થાનિક પોલીસ મેઘપર બોરીચી બાજુ પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન આનંદ નમકીન લખેલો ટેમ્પો નંબર શંકાસ્પદ જણાતાં તેને પોલીસે રોકાવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગાર અંગે વાહનચાલક પાસેથી આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો, તેની પાસેથી રૂા. 1,53,750નો ભંગાર હસ્તગત કરવામાં આવ્યો હતો. તેણે આ માલ ક્યાંથી મેળવ્યો તેમજ કોને આપવા જવાનો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .