ભુજમાં સામૂહિક પાંચ મોબાઈલ ચોરનાર ઝડપાયો
copy image ભુજના દીનદયાળ નગરમાંથી ચાર ઘરને નિશાન બનાવી ચોરે પાંચ મોબાઇલ કિં. રૂા. 31,500ની તસ્કરી કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડી પડ્યો હતો , ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલકે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 23-5ની રાતથી બીજા દિવસની સવાર સુધી 16 હજારનો લોન પર લીધેલો મોબાઇલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો રાત વચ્ચે ગુમ થતાં અડોશ પડોશમાં પૂછ-પરછ કરતાં અન્ય ત્રણનાં ઘરમાંથી પણ આ રીતે મોબાઇલની તસ્કરી થતાં કુલ્લ પાંચ મોબાઇલ કિં. રૂા. 32,500ની કોઇ ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી...