ભુજમાં સામૂહિક પાંચ મોબાઈલ ચોરનાર ઝડપાયો
ભુજના દીનદયાળ નગરમાંથી ચાર ઘરને નિશાન બનાવી ચોરે પાંચ મોબાઇલ કિં. રૂા. 31,500ની તસ્કરી કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડી પડ્યો હતો , ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલકે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 23-5ની રાતથી બીજા દિવસની સવાર સુધી 16 હજારનો લોન પર લીધેલો મોબાઇલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો રાત વચ્ચે ગુમ થતાં અડોશ પડોશમાં પૂછ-પરછ કરતાં અન્ય ત્રણનાં ઘરમાંથી પણ આ રીતે મોબાઇલની તસ્કરી થતાં કુલ્લ પાંચ મોબાઇલ કિં. રૂા. 32,500ની કોઇ ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી . બી-ડિવિઝન પોલીસે આ ચોરીને અંજામ આપનાર શખ્સને ચોરાયેલા પાંચ ઉપરાંત અન્ય બે મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પડ્યો હતો.