અંજારમાં ઊભેલી ટ્રકમાંથી ડિઝલની ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી

copy image

copy image

  અંજારમા ઊભેલી ટ્રકમાથી ડિઝલની ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ  જીઆઇડીસી વિસ્તારમાં ગેરેજ બહાર ઊભેલી ટ્રકની ટાંકીમાંથી નિશાચરો રૂા. 25,000ના ડીઝલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે રતનાલના રહેવાસી ભગુ બીજલ વરચંદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ફરિયાદીએ પોતાની ટ્રક અંજાર જીઆઇડીસીમાં ગોસ્વામી મોટર ગેરેજ નજીક મૂકી હતી. આ વાહનમાં રીપેરીંગ કામ બાકી હોવાના કારણે તેને ગેરેજ બહાર મૂકવામાં આવેલ હતી. વધુમાં ફરિયાદીએ જણાવેલ કે આ ટ્રકનો ચાલક  અંદર સૂતો હતો તે સમયે તસ્કરોએ ટાંકીના લોક તોડી તેમાંથી રૂા. 25,000નું 300 લિટર ડીઝલ કાઢી અને ફરાર થઈ ગયા હતા.વધુમાં આ નિશાચરોએ અન્ય ત્રણ વાહનોમાંથી પણ ડીઝલની ચોરી કરી હોવાનું પણ સામે આવેલ હતું. આ મામલે પોલીસ આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.