ટ્રેઈલરની હડફેટમાં આવતા 4 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કંડલામાં ટ્રેઈલરની હડફેટમાં આવતા 4 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ કંડલામાં ગોકુલ ગોદામ પાછળ માર્ગ ઓળંગતા દિલીપ રંજય ઉર્ફે રંજન કોડા (ઉ.વ. 4)ને ટ્રેઇલરે હડફેટમાં લેતાં આ માસૂમ બાળકનું મોત થયું હતું. આ બનાવ અંગે કંડલામાં આશા વે-બ્રિજ નજીક રહી મજૂરીકામ કરનાર  રંજન વીરેન્દ્ર કોડા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોધાવેલ ફરિયાદ અનુસાર ગતદિવસે સાંજના અરસામાં ફરિયાદી પોતાનાં કામ પર હતો તે દરમ્યાન, આ યુવાનનો બીજા નંબરનો દીકરો દિલીપ ગોકુલ ગોદામ પાછળ પ્લોટ નંબર 34 સામે આવેલ દુકાન પરથી નાસ્તો લેવા માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા ટ્રેઇલરના ચાલકે આ માસૂમને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બાળકને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું.બાદમાં વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.