ગાંધીધામમાથી 45 હજારની રોકડ સાથે આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

copy image

copy image

ગાંધીધામમાથી 8 પત્તાપ્રેમીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામમાં કાર્ગો પી.એસ.એલ. વિસ્તારની શેરી નંબર-3માં ગત મોડી રાત્રે અમુક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે દરમ્યાન  અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં ગોળ કૂંડાળું વાળી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી રોકડ રૂ.45200 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.