પત્રકાર સામે ખોટા કેસ કરવામાં આવશે તો જવાબદાર DG

copy image

copy image

પત્રકાર સામે ખોટા કેસ કરવામાં આવે તો DGની જવાબદારી ગણાશે.  આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સરકાર તેમજ અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે આવતા પત્રકારોને હેરાન કરવા ખોટી ફરિયાદો કરે તેમણે હેરાન કરવામાં આવે છે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સ્પષ્ટ કરાયું છે કે અધિકતમ કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદો પર આધારિત હોય છે.  જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે રાજ્યોના DGPને જવાબદાર ગણવામાં આવશે. જેના માટે સુપ્રીમ કોર્ટે તમામ સ્પષ્ટ નિર્દેશો રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને અપાયા છે. અત્રે નોંધનીય છે કે ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ, ડિજિટલ મીડિયાના સ્વ-નિયમનકારી બોર્ડે સમગ્ર દેશમાં કોરોના સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની ગંભીર નોંધ લીધી છે. વધૂમાં જાણવા મળી રહ્યું છે કે, આ અંગે, ડિજિટલ મીડિયાના સ્વ. નિયમનકારી બોર્ડ, ફેડરેશન ફોર કમ્યુનિટી ઑફ ડિજિટલ ન્યૂઝ દ્વારા પણ ગૃહ 3 પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેને સમાજના ચોથા સ્તંભની નિષ્પક્ષતા પર હુમલો ગણાવ્યો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-