ગેરકાયદેસર રીતે નીમ કોટેડ યુરીયા ખાતરનો વપરાશ તથા વેચાણ કરતા આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી, ગાંધીધામ


માન.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુતિ થતી અટકાવી અને કાયદેસર કરવા સુચના કરેલ હોય જે અન્વયે ગઈ તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી.ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ પર રંગોલ પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બર ના રેગજીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનુ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરડાયદેસર રીતે ઔધોગીક એકમમાં ઉપયોગમા લેવા સારૂ બે બોલેરો પિક અપ ગાડીમાં ભરેલ હોય જે અનલોડ થવાનું હોય જેથી હડીકતવાળી જગ્યાની તપાસ કરતા બે પીકઅપ બોલેરો પડેલ હોય જે ડ્રાઈવર ઈમરાન રમજુભાઈ તથા ચન્દ્રેશ પ્રભુલાલનાઓની કબજા ભોગવટાની પીકઅપ બોલેરો ગાડીઓમાં ૪૫ કિલોની ડુલ ૧૬૦ નીમ કોટેડ યુરીયા ખાતરની બોરીઓના મુદ્દામાલ જે કિ.રૂ.૪૨૬૪૦/-સાથે મળી આવેલ હતા જે મુદ્દામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવી અને યુરીયા ખાતર પ્રકાશભાઈ પદમાભાઈ પટેલ રહે કચ્છ.ભવાનીપુર ભચાઉ જી.વાળાએ હળવદ શીવ એગ્રો એંડ ફર્ટીલાઈઝર ખાતેથી ભરવા જણાવેલ હોય જેથી ભરી આવતા ગગન ટીમ્બરના રેગજીન કંપનીમાં કામ કરતા રફીકભાઈનો સંર્પક કરતા રેગજીન પ્લાન્ટની બાજુમાં ખાલી કરવા જણાવેલ હોય જેથી તમામ મુદ્દામાલ ગેરકાયદેસર જણાઈ આવેલ હોય તેથી તમામ મુદ્દામાલ BNSS કલમ ૧૦૬ મુજબ કબજે કરવામાં આવેલ હતો તે અને જરૂરી નમુના પુથ્થકરણ અર્થે કબ્જે કરેલ જે પુથ્થકરણ અહેવાલમાં નીમ કોટેડ યુરીયા રાસાયણીક ખાતરનો હોવાનું જાહેર થયેલ હોય જેથી રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો વપરાશ ખેતિકામને બદલે ગેરકાયદેસર રીતે ઔધોગિક એકમમાં ઉપયોગ કરવા બદલ નીચે મુજબના ઈસમોને સંડોવણી જણાવતા અને આ કામે ભચાઉ પો.સ્ટે. ખાતે આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ.૩,૭ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની ડાર્યવાહી કરવા કરવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી:-
(૧) ઈમરાન રમજુભાઈ રાયમાં ઉવ.૧૯ રહે. સીતારામપુર ભચાઉ શેરી નં.૦૨ જી.કચ્છ
(૨) ચન્દ્રેશ પ્રભુલાલ ઠકકર ઉવ.૨૪ રહે. નવી ભચાઉ જી.કચ્છ
(3) રફીક મોહમદ આરબ ઉવ ૩૯ ૨હે હીમતપુરા પોલીસ લાઈનની બાજુમા ભચાઉ
(૪)પ્રકાશભાઈ પદમાભાઈ મણોદરા (પટેલ) ઉવ ૪૧ રહે ભવાનીપુર પટેલવાડીની બાજુમા ભચાઉ
(૫) મહેન્દ્રસિંહ ભુપતસિંહ ડાંભી ઉવ ૩૬ રહે હાલે હરી નગર ગોલ્ડ સોસયાટી શેરી નંબર ૧૩ હળવદ તા.હળવદ જી.મોરબી મુળ ગામ કવાડીયા તા.હળવદ જી.મોરબી
(૬) સંદીપભાઈ પુરણચંદ ગુપ્તા ઉવ.૫૩ ૨હે.૫૭ નીલકંઠ બંગ્લો એરપોર્ટ રોડ વર્ષામેડી તા.અંજાર
मुद्दामालनी विगतः-
(૧) નીમ કોટેડ યુરીયા ખાતર-૧૬૦ બોરી કિં.રૂ. ૪૨૬૪૦ /-
(૨) બોલેરો પિક અપ – ૦૨ કિ.રૂ. ૧૬,00,000
(3) મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,000/-
કુલ કિ.રૂ. ૧૬,૫૨,૬૪૦/- નો મુદામાલ
ઉપરોકત કામગીરીમાં પો.ઈન્સ. ડી.ડી.ઝાલા એસ.ઓ.જી. તથા પો.સબ.ઈન્સ. વી.પી.આહીર એસ.ઓ.જી તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.