જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩”કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થયેલ


કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩”
કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં
કુલ ૫૨૦ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૦૭/૦૩/૨૦૨૫ના બીજા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ રોયલ
POP અને રોયલ B ઇલેવન વચ્ચે રમાઇ જેમાં રોયલ B ઇલેવન ની જીત થઇ હતી. બીજી મેચ શિવ જ્યોત ભુજ
અને અબોટી ભુજ વચ્ચે રમાઇ જેમાં અબોટી ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ એકતા ઇલેવન માધાપર અને
જીલ્લા પંચાયત ભુજ વચ્ચે રમાઇ જેમાં જીલ્લા પંચાયત ભુજ ના ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ ૯૨
સરકાર ઇલેવન અંજાર અને ફિરોજ અકબર મોમાઇમોરા વચ્ચે રમાઇ જેમાં ૯૨ સરકાર ઇલેવન અંજાર ટીમ
વિજેતા થઇ પાંચમી મેચ નુર ઇલેવન નાગીયારી અને ફરજાના ઇલેવન ભારાપર વચ્ચે રમાઇ જેમાં નાગિયારી
ઇલેવન વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો માં અંગદાન પ્રણેતા દિલીપભાઇ
દેશમુખ, મનીષભાઇ બારોટ, અશોકભાઇ હાથી, યોગેશભાઇ ત્રિવેદી, વિશાલભાઇ ઠક્કર, શક્તિસિંહ ઝાલા,
રવિભાઇ ત્રવાડી, કમલભાઇ ગઢવી, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલસિંહ જાડેજા, જયંતિભાઇ વાઘેલા, હિતેશભારથી
ગોસ્વામી, પ્રકાશભાઇ ડગરા, અલ્પેશભાઇ પટેલ, મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, રમેશભાઇ લોંચા,
મોક્ષ લોંચા, તથા દીપકભાઈ પટેલ હાજર રહ્યા હતા.