મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા ડ્રા. અશ્વિનભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધરમેન્દ્રભાઈ રાવલ તથા અનિરૂધ્ધસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતો ફરતો આરોપી સંદીપભાઇ દિનેશભાઇ ચાવડા રહે.પ્લોટ નં.૩૬૫ એમ.જી.આઇ. કોલોની હાઉસીંગ બોર્ડ ગાંધીધામ વાળો હાલે જી.આઈ.ડી.સી. ગાંધીધામ ખાતે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
- સંદીપભાઇ દિનેશભાઇ ચાવડા ઉ.વ.૩૮ રહે.પ્લોટ નં.૭૬૫ એમ.જી.આઇ. કોલોની હાઉસીંગ બોર્ડ, ગાંધીધામ
- નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
મુંદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૫૦/૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫,૩૬૧(૩)(૪),૫૪ મુજબ