ગેરકાયદે માદક પદાર્થ ગાંજો રાખવાના ગુનામાં નાસતા-ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

hathkadi

copy image

copy image

વસૂત્રો જણાવી રહ્યા છે ગેરકાયદે માદક પદાર્થ ગાંજો રાખવાના ગુનામાં નાસતા-ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અગાઉ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી ઈબ્રાહીમ યુસુફ સીદી સાથે રહેલો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો અન્ય આરોપી સબીર અંજારમાં તેના રહેણાકના મકાનમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.