નલિયામાં શાળાએ ગયેલા ત્રણ બાળક ગુમ થતાં પોલીસે ગણતરીના કલાકમાં શોધીને પરીવારને સોંપ્યા

copy image

copy image

અબડાસા ખાતે આવેલ નલિયા ગામમાં શાળાએ ગયેલા ત્રણ બાળક ગુમ થતાં નલિયા પોલીસે ગણતરીના કલાકમાં તેઓને શોધીને તેમના પરીવારને હવાલે કર્યા હતા. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલિયાના મફતનગર સ્થિત શાળામાં ગયેલા ત્રણ બાળક જમવા પરત ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો મજૂરી પર ગયેલ હતા. બાદમાં આ બાળકો શાળાએ પહોંચ્યા ન હતા જેથી પરીવારજનોએ  આ બાળકોની ગામમાં શોધ કર્યા બાદ પોલીસને જાણ કરેલ હતી. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણેય બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા અને પરિવારને સોંપ્યા હતા.