“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડગાળા ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા કુલ કિં.રૂ. ૪૦ લાખના વાહનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૦૦,૭૫૨/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડગાળા ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી (ખનીજ) નું ખનન કરતા એક જે.સી.બી. લોડર મશીન તથા બે હીટાચી મશીન તથા બે ટાટા આઇવા (ડમ્પર) એમ કુલ્લે કિં.રૂ. ૪૦,૦૦,૦૦૦/-(ચાલીસ લાખ)ના વાહનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૦૦,૭૫૨/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને ગઈ તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ ઓફીસ હાજર હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, શામજીભાઇ કરશનભાઇ વરચંદ(આહીર) રહે. ડગાળા તા.ભુજ વાળાઓ ડગાળા ગામની સીમ વિસ્તારમા આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી (ખનીજ) નું ખનન કરે છે અને હાલે એમની આ ગેરકાયદેસર પ્રવૃત્તી ચાલુ છે જેથી તુરંત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવી જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવીનાઓ દ્વારા હકીકત વાળી જગ્યા એ તપાસ કરતા એક જે.સી.બી. લોડર મશીન તથા બે હીટાચી મશીન તથા બે ટાટા આઇવા (ડમ્પર) વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલ ઇસમોને પુછ-પરછ કરતા સદર મશીનો તથા ડમ્પરો જે શામજીભાઇ કરશનભાઇ વરચંદ(આહીર) રહે. ડગાળા તા.ભુજવાળાના છે. તેવી હકીકત જણાવેલ. જેથી, સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે પુછ-પરછ કરતા તેઓએ જણાવેલ કે, સદર જગ્યાએ શામજીભાઇ વરચંદ નાઓના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે. તેવું જણાવતા હોઇ તેઓની પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઇ લીઝ આવેલ છે કે કેમ ? કે તેઓએ કોઇ પરવાનગી મેળવેલ છે કે કેમ ? તે બાબતે કોઇ આધાર-પુરાવા હોઇ તો રજુ કરવા જણાવતા તેઓની પાસે કોઇ લીઝ કે પરવાનગી નહી હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારૂ ખાણ ખનીજ વિભાગ, ભુજ નાઓને સ્થળ તપાસણી સારૂ જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો / મશીન સીઝ કરી સદર બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૧૬,૦૦,૭૫૨/- નો દંડ વસુલ કરવામાં આવેલ.