એસટી વિભાગના શિસ્ત પર સવાલ ઉઠાવતો બનાવ આવ્યો સામે : માંડવીમાં એસટીના યુનિફોર્મમાં જ ફૂટપાથ પર કર્મીઓ વચ્ચે ઝપાઝપી

copy image

એસટી વિભાગના શિસ્ત પર સવાલ ઉઠાવતો બનાવ સામે આવી રહ્યો છે જેમાં માંડવીમાં એસટીના યુનિફોર્મમાં જ ફૂટપાથ પર કર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી એસટી ડેપોના બે કર્મચારીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાનો સામે આવેલ છે. ઉપરાંત આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુનિફોર્મમાં રહેલા બન્ને કર્મચારી વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે શુક્રવારના કર્મચારીઓ સામ સામે જાહેરમાં એક બીજાનો કોલર પકડી ને મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ એસટી ડેપો બહાર બનાવ બન્યો તેમજ કોઈ અંગત કારણોસર હોવાનું સામે આવ્યું છે.