“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કરતા વધારે બોક્સાઇડ ભરેલ બે ટ્રકને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, લીલાભાઇ રબારી, મુળરાજભાઇ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજાનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન કોજાચોરા ફાટક તા.માંડવી પાસેથી બે ટ્રક બોક્સાઇડ (ખનીજ) ભરી આવતા ઉભી રખાવી ચેક કરતા (૧) ટ્રક જેના રજી.નં. GJ 12 BY 8162 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે ૦૭ ટન બોક્સાઇડ ભરેલ હોય તથા (૨) ટ્રક જેના રજી.નં. GJ 12 BX 4616 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે ૦૭ ટન બોક્સાઇડ ભરેલ હોય જેથી બન્ને વાહન ચાલકો (૧) જલાભાઇ રામાભાઇ રબારી રહે. વડવા ભોપા, તા.નખત્રાણા તથા (૨) નવીન ઓસમાનભાઇ કોલી રહે. ભારાસર તા.ભુજ વાળાઓ પાસે રોયલ્ટી ચેક કરતા રોયલ્ટી દર્શાવેલ કરતા ૭ ટન વધારે બોક્સાઇડ ભરેલ હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી બન્ને ટ્રકો કોડાય પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.