હાજીપીરના ઉર્ષમાં કારથી યાત્રાએ આવેલા રાજકોટના આધેડ માટે આ યાત્રા અંતિમ બની
copy image

હાજીપીરના ઉર્ષમાં કારથી યાત્રાએ આવેલા રાજકોટના 46 વર્ષીય અમિતભાઈ અખરભાઈ બલોચ નામના આધેડ માટે આ યાત્રા અંતિમ બની હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના સદર બજારમાં રહેતા અમિતભાઈ પરિજનો સાથે હાજીપીરની યાત્રાએ આવ્યા હતા. હતભાગી ગત સાંજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન નખત્રાણા નજીક આવેલા સીએનજી પંપ પાસે પહોંચતા તેમની તબીયત લથડતા તેમને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેઓએ અંતિમ શ્વાશ લીધા હતા.