પાણીના ખાડામાં ડૂબી જવાથી 15 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો
copy image

આદિપુરમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 15 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગોઝારો બનાવ ગત તા. 20/5/2025ના આદિપુર શહેરમાં ડી.પી.એસ સ્કુલ પાછળ પાણીના ખાડામાં બન્યો હતો. ભાવેશ નામના કિશોરનો આ સ્થળે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગત વર્ષે આ કિશોરની ગુમ નોંધ આદિપુર પોલીસ મથકે કરવવામાં આવેલ હતી તેની વચ્ચે અકસ્માતે પાણી ડુબી જવાથી આ કિશોરનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.