મો.સા ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં બનતા ચોરીના બનાવો રોકવા સુચના આપેલ હોય જે આધારે પો.ઇન્સ.શ્રી એમ.સી વાળા આદિપુર પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.પુષ્પરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રામજીભાઇ વરચંદ નાઓને ચોકકસ બાતમી તથા હ્યુમનસોર્સ આધારે મો.સા ચોરીના ગુનામા સંડોવાયેલ ઇશમને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ બાઇક રિકવર કરી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ –
પ્રવિણ નાગજીભાઈ રાઠોડ (મારવાડી) ઉ.વ.૩૦ રહે. ગામ :: આવલ, તાલુકો અમીરગઢ જી. બનાસકાંઠા
ગુનાની વિગત:-
આદિપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૬૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩ (૨) મુજબ.
રિકવર કરેલ મુદામાલ
હીરો.કંપનીનુ.એક.એફ.ડીલક્ષ મો.સા કિ.રૂ-૩૦,૦૦૦/-
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી વાળા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.
