અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ભાજપ કાઉન્સિલર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો


અમદાવાદ સરખેજ વોર્ડના ભાજપ કાઉન્સિલર ભૂપેન્દ્ર ખાચરે વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલા નિરાલી ફ્લેટમાં પુનર્વિકાસ સમિતિના સભ્ય સાથે ગેરવર્તન કર્યું હતું, અને તેમના હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે, પુનર્વિકાસ સમિતિના સભ્યએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાઉન્સિલરના ભાઈએ નિરાલી ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ત્રણ દુકાનો પણ બનાવી દીધેલ છે. અને ત્યાંના સ્થાનિકો સાથે ગેરવર્તનુક કરી હતી, તેથી ઉશ્કેરાયેલ લોકોએ કાઉન્સિલર અને તેમના સહયોગીઓએ બિલ્ડર દ્વારા પુનર્વિકાસ માટે લગાવવામાં આવેલ બોર્ડમાં પણ તોડફોડ કરી હતી.
થોડા સમય પહેલાં સુરેન્દ્ર ખાચરે પ્રાંજલ દેસાઈને ફોન કરીને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. એટલું જ નહીં, સુરેન્દ્ર ખાચરે ગભરાયેલા પ્રાંજર, મનીષભાઈ સેવક અને કૌશિકભાઈ ત્રિવેદીના હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી. ફ્લેટમાં રહેતા લોકોને આ સમગ્ર ઘટનાની જાણ થતાં, તેમણે પ્રાંજલ દેસાઈને ફરિયાદ નોંધાવવા કહ્યું. આ સંદર્ભે પ્રાંજલ દેસાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
