‘વર્લ્ડ રેડક્રોસ ડે’ ની ઉજવણીના ભાગરૂપે કચ્છ આવેલી રથયાત્રાનું ભુજ ખાતે સ્વાગત કરાયું


૮મી મે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના નેજા હેઠળ આખા ગુજરાતમાં ૮મી મે વર્લ્ડ રેડક્રોસ ડે ની ઉજવણીના ભાગરૂપે રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત તારીખ ૫/૫/૨૦૨૫ના રોજ આ રથયાત્રા ભચાઉથી શરૂ થઈ ગાંધીધામથી અંજાર અને ત્યાંથી ભુજ મધ્યે પહોંચી હતી. ઇન્ડિયન રેડ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના ચેરમેનશ્રી ધવલભાઈ આચાર્યના માર્ગદર્શનથી રથયાત્રાનું ભવ્ય રીતે કચ્છ જિલ્લા શાખામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રેઝરર સંજય ઉપાધ્યાય, વાઇસ ચેરમેન વિમલ મહેતા, સેક્રેટરી મીરા સવાલિયા તથા અતિથિ વિશેષ તરીકે પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીશ્રીઓ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. રથયાત્રા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીથી પ્રસ્થાન કરીને હમીસર તળાવથી લઈ સ્વામિનારાયણ મંદિરથી કલેકટર ઓફિસ ભુજ મધ્યે પહોંચી હતી.
