ગાંધીધામ જી.આઈ.ડી.સી.માં જાહેરમાં આંકડો લેતા શખ્સ ઝડપાયો

copy image

ગાંધીધામ જી.આઈ.ડી.સી.માં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ ગાંધીધામ જી.આઈ.ડી.સી.માં હરીશ ટ્રાન્સપોર્ટ સામે ચાની કેબિન પાસે કોઈ શખ્સ જાહેરમાં આંકડો લઈ રહ્યો હતો. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન રોકડા રૂા.560 તેમજ પેન,પાનું વગેરે સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ તમામ મુદ્દામલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.