અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર


ઇન્ડિયન ઓઇલ UTT એક પ્રીમિયર લીગ સિઝન_૬માં ૧૪ દેશોના ૪૮ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ૧૬ ઓલિમ્પિયન્સનો રમી રહ્યા છે.
ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સિઝન_6, 31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે, ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. આ લીગમાં ૧૬ એક્શનથી ભરપૂર દિવસોમાં ૨૩ મેચ રમાશે, જેનો અંત ૧૫ જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે. બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર પ્રસારિત થશે, અને જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સીઝન અમદાવાદના એકા એરેના ખાતે યોજાશે.
લીગની સૌથી આકર્ષક સ્ટોરીઝ માંની એક ભારતની ટોપ-રેન્ક્ડ નેશનલ ફીમેલ પ્લેયર દિયા ચિતાલે છે, થોડા વર્ષો પહેલા ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ, તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી રહી છે.”
“જ્યારે UTT ની પહેલી સીઝન યોજાઈ ત્યારે હું સ્ટેન્ડમાં ખૂબ જ ઉત્સુકતા થી એક્શન જોઈ રહી હતી. જ્યારથી લીગ શરૂ થઈ છે, ત્યારથી હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું, અને હંમેશા તેમાં રમવા માંગતી હતી. મને 2023 માં તક મળી, અને તે ખૂબ જ રોમાંચક રહ્યું છે. દર વર્ષે, હું આ લીગ ક્યારે શરૂ થશે તેની રાહ જોઉં છું,” દિયાએ કહ્યું, જે ફરીથી લીગમાં દબંગ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશન (TTFI) ના નેજા હેઠળ આયોજિત અને નીરજ બજાજ તથા વિટા ડેની દ્વારા પ્રમોટ કરાયેલી, ઇન્ડિયન ઓઇલ UTT એક પ્રીમિયર પ્રોફેશનલ લીગ તરીકે સતત વિકસી રહી છે. આ સિઝનમાં ૧૪ દેશોના ૪૮ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ૧૬ ઓલિમ્પિયન્સનો પણ સમાવેશ થાય છે, જે આ ટુર્નામેન્ટની મજબૂત આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દર્શાવે છે.
આ વર્ષની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમીત દેસાઈ માટે એક ખાસ સ્ટોરીલાઇન રજૂ કરે છે, જે ઇન્ડિયન ઓઇલ UTT ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સનું પ્રતિનિધિત્વ કરશે.
