ગુજરાતની ટીટી ખેલાડી દાનિયાએ તાશ્કંદમાં ગોલ્ડ મેડલ જીત્યો  

ગુજરાતની પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડિલે ડબ્લ્યુટીટી યુથ ક્નટેન્ડર તાશ્કંદ 2025માં ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ટુર્નામેન્ટ તાશ્કંદ, ઉઝબેકિસ્તાનના હ્યુમો એરેના ખાતે 13 મે થી 28 મે દરમિયાન યોજાઈ હતી. 13 વર્ષની દનીયાએ ભારતની નંબર 1 ખેલાડી, તનિષા કાલભૈરવને મુશ્કેલ ફાઇનલ મેચમાં 3-2થી હરાવીને પોડિયમ પર ટોચનું સ્થાન મેળવ્યું હતું.

સુરતની દાનિયાએ શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ તેની ત્રણેય ગ્રૂપ મેચો જીતીને તેના જૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોકઆઉટ રાઉન્ડમાં, તેણીએ રાઉન્ડ ઓફ 16માં કઝાકિસ્તાનની ખાદિશા અલઝાનોવાને 3-0થી હરાવીને અને પછી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાનિક ખેલાડી જેસ્મિના નઝારોવાને 3-0થી હરાવીને તેણીની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. સેમિફાઈનલમાં, વિશ્વમાં નંબર 1046 ખેલાડી દનીયાએ કઝાકિસ્તાનની વિશ્વની 248 ક્રમાંકિત ઝાનિયા બીને 3-0થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. સામેલ ફોટોમાં દનીયા ગોડીલ ટ્રોફી સાથે નજરે પડે છે.