ભુજ લાલન કોલેજ ખાતે ૨૦મી જૂનના યોગ શિબીર તથા આરોગ્ય કેમ્પનું આયોજન

નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા લાલન કોલેજ ભુજના સંયુક્ત ઉપક્ર્મે તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૦/૦૬/૨૫ના લાલન કોલેજ ઓડીટોરીયમ ખાતે સવારે ૮ થી ૯ કલાક સુધી વૈદ્ય પંચકર્મ વર્ગ – ૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજના માર્ગદર્શન હેઠળ યોગ શિબીરનું આયોજન કરવામા આવ્યુ છે. આ સાથે સવારે ૯ થી ૧ કલાક સુધી આયુર્વેદિક/ હોમિયોપેથી મફત નિદાન સારવાર કેમ્પ પણ યોજાશે. કેમ્પમાં સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ વર્ધક “અમૃત પેય ઉકાળો” પીવડાવવામાં આવશે. તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧,સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.