અષાઢી બીજના દિવસે અડાલજ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

image-192

અડાલજ, ગાંધીનગર ખાતે શનિ મંદિર નજીક આવેલું શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત થયેલ છે. આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પુરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે, જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત-રિવાજોનું પાલન કરે છે અને સર્વજનીન બંધુત્વની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ “જગન્નાથ રથયાત્રા” અડાલજના જગન્નાથ મંદિર ખાતે 27 જૂન 2025 (શુક્રવાર)ના રોજ વહેલી સવારથી થી સાંજે 6 વાગ્યા સુધી ઉજવવામાં આવશે.

રથયાત્રાનો ઉત્સવ સ્નાન પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે 11 જૂનના રોજ ઉજવાયો હતો અને નીલાદ્રિ બિજય 8 જુલાઈ 2025 સુધી ચાલું રહે છે.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ