કરછી નયે વરે જી લખ લખ વધાઈયું

copy image

આજે 27/જૂન એટલે કે અષાઢી બીજનો દિવસે. વર્ષો પૂર્વે બહારવટુ કરીને જામ લાખો ફુલાણી કચ્છ પરત ફર્યા હતા તે દિવસે પણ અષાઢી બીજ હતી. તે સમયની વાત છે જ્યારે કચ્છની સુકી ધરા પર પ્રથમ વર્ષાનાં વધામણાં થયા હતા. અને ચારીય કોર લોકના હૈયા હેતથી ઉભરાણાં હતા, હૈયે હરખ ન્તો મહાતો. જેથી રાજા જામ સાહેબ ખુશ થઈને ‘અષાઢી બીજ’નાં એ પવિત્ર દિને ‘કચ્છ રાજ્યનાં નૂતન વર્ષ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. તેથી અષાઢી બીજને કચ્છી નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.
આ તે સમયની વાત છે કે ત્યારે કચ્છનાં પ્રદેશમાં પાણીની ખૂબ અછત રહી છે. પરંતુ ત્યાંની પ્રજા પાણીદાર કહેવાઈ છે. જ્યાં કલા અને સાહિત્યનો પણ અદ્ભૂત સંગમ જોવા મળે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’, એ એક જ વ્યક્તિનો ઉચ્ચાર નથી, પરંતુ એ દેશી અને વિદેશીઓ માટે સાર્વત્રિક સત્ય છે. ‘અષાઢી બીજ’નાં નૂતન વર્ષે સૂર્યનાં પ્રથમ કિરણ સાથે જાડેજા વંશનો જાજરમાન ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં ઝળહળી ઉઠે છે, તો જેસલ-તોરલનાં અમર દામ્પત્યનાં સત્યનો જય-જયકાર આજે પણ સંભળાઈ રહ્યો છે.
‘અષાઢી બીજ’ના આ પાવન પર્વના દિવસે અમદાવાદ શહેરમાં તથા જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથની અભૂતપૂર્વ રથયાત્રા નીકળતી હોય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો સહભાગી બને છે. કચ્છમાં તો નવા વર્ષની શરૂયાત એટલે અષાઢી બીજ. આ અષાઢી વર્ષારંભ પર કચ્છી હાલારી સંવત ૨૦૭૯મું બેસે છે. કહેવાય છે કે, કચ્છી માંડુની મીઠી ભાષા સામે મધ પણ મોળું પડે, જ્યારે ‘કચ્છી નવા વર્ષ’ પર કચ્છી માંડુઓ એક બીજાને શુભેચ્છાઓ આપતા કહે છે, નવે વર્ષજી અસાંજી લખ-લખ વધાયું!
કચ્છડો ખેલે ખલક મેં,
જીં મહાસાગર મેં મચ્છ જિત હેકડો કચ્છી વસે,
ઓતે ડિં યા ડિં કચ્છ….
કરછી નયે વરે જી લખ લખ વધાઈયું
